એક્સીસ બેન્ક
બંધભાવ @ ૧૨૧૬
સપોર્ટ ઝોન @ ૧૧૯૩ / ૧૧૮૦
રેસિસ્ટન્સ ઝોન @ ૧૨૩૭ / ૧૨૫૦
આગામી દિવસોમાં એક્સિસ બેંકના શેરના ભાવમાં વધારો
થવાની સંભાવનાઓ અનેક મજબૂત પરિબળો પર આધારિત છે. વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકમાં બેન્ક
રૂ.૭૧૧૭.૫ કરોડનો નફો નોંધાવ્યો, જે બજારની અપેક્ષાઓ કરતાં વધુ હતો. બેન્કની એસેટ ગુણવત્તા
પણ સુધરી છે. ગ્રોસ એનપીએ ૧.૨૮% અને નેટ એનપીએ ૦.૩૩% સુધી ઘટ્યા છે, જે બેન્કના જોખમ
વ્યવસ્થાપનમાં સુધારો દર્શાવે છે.
બેન્કની સુધરતી નફાકારકતા અને મજબૂત લોન વૃદ્ધિને
ધ્યાનમાં રાખીને વિશ્વસનીય બ્રોકરેજ ફર્મો જેમ કે જેફરીઝે એક્સિસ બેંકના શેર માટે ‘બાય’
રેટિંગ જાળવી રાખ્યું છે અને ગોલ્ડમેન સૈક્સે પણ બેન્કને ‘બાય’ રેટિંગ આપ્યું છે, જે
દર્શાવે છે કે શેરના મૂલ્યાંકનમાં સુધારો થવાની સંભાવના છે. આ તમામ પરિબળો દર્શાવે
છે કે એક્સિસ બેન્કના શેરના ભાવમાં આગામી દિવસોમાં વધારો થવાની સંભાવના છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






