May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesઆરબીઆઈની કેન્દ્ર સરકારને રૅકોર્ડ રૂ.૨.૨૯ લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની જાહેરાત...!!

આરબીઆઈની કેન્દ્ર સરકારને રૅકોર્ડ રૂ.૨.૨૯ લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની જાહેરાત…!!

કેન્દ્રીય રિઝર્વ બેન્ક એટલે આરબીઆઈએ સરકારને રૅકોર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઇએ કહ્યું કે, તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારને રૂ.૨.૬૯ લાખ કરોડનું ડિવિડન્ડ આપશે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આપવામાં આવેલા રૂ.૨.૧ લાખ કરોડથી વધુ છે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપેલું ડિવિડન્ડ રૂ.૮૭૪૧૬ કરોડ હતું.

કેન્દ્રીય બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જેમાં સ્થાનિક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન, ડિરેક્ટર બોર્ડે એપ્રિલ ૨૦૨૪- માર્ચ ૨૦૨૫ દરમિયાન રિઝર્વ બેન્કની કામગીરીની પણ ચર્ચા કરી અને વર્ષ ૨૦૨૪-૨૫ માટે રિઝર્વ બેન્કના વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી. આ સાથે, બોર્ડે કેન્દ્ર સરકારને રૂ.૨.૬૯ લાખ કરોડ રૂપિયાના સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી.

આ બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે, સુધારેલ આર્થિક મૂડી માળખું (ECF) હેઠળ આકસ્મિક જોખમ બફર (CRB)ને હવે વધારીને ૭.૫% કરાશે, જે પહેલા ૬.૫% હતું. જણાવી દઈએ કે, કોરોના મહામારીના સમયે આરબીઆઇની આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખતા ૫.૫%નો CRB જાળવી રાખ્યો હતો, જેને ગત બે વર્ષમાં તબક્કાવાર ૬% અને ૬.૫% સુધી વધારાયો હતો.

આરબીઆઇ પોતાના આર્થિક મૂડી માળખા (ECF)ના આધારે સરકારને ડિવિડન્ડ આપે છે. આ માળખું RBIના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં બનેલી નિષ્ણાત સમિતિના રિપોર્ટના આધારે ઑગસ્ટ,૨૦૧૯માં લાગુ કરવામાં આવ્યું હતું. જાલાન સમિતિએ આરબીઆઇના હિસાબના ૫.૫%થી ૬.૫%ને આકસ્મિક જોખમ બફર (CRB) તરીકે રાખવાની ભલામણ કરી હતી. હવે તે વધારીને ૭.૫% કરવામાં આવશે. ગયા અઠવાડિયે, RBI બોર્ડે ECFની સમીક્ષા કરી. આ આધારે ફક્ત સરપ્લસ સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે.

Most Popular