March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

HomeTrading Ideasભારતનો સૌથી ઝડપી વિકાસ : ટ્રમ્પ ટેરિફ છતાં એપ્રિલ-જૂનમાં ૭.૮% જીડીપી વૃદ્ધિ...!!

ભારતનો સૌથી ઝડપી વિકાસ : ટ્રમ્પ ટેરિફ છતાં એપ્રિલ-જૂનમાં ૭.૮% જીડીપી વૃદ્ધિ…!!

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ ૨૦૨૫માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને ડેડ ઈકોનોમીગણાવી હતી ત્યારે ટ્રમ્પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ૭.૮ ટકાનો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ૬.૭ ટકાના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી રહ્યો છે. કૃષિ સેક્ટરની સાથે વેપાર, હોટેલના સારા દેખાવે વૃદ્ધિમાં મદદ કરી છે.
ટ્રમ્પે ૨ એપ્રિલે લિબરેશન ડે પર ભારત સહિત ૨૦૦ દેશો પર જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જે ૯ એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી તેની ડેડલાઈન અનેક વખત લંબાવવામાં આવી અને અંતે ૭ ઑગસ્ટથી ભારત પર ૨૫ ટકા ટેરિફનો અમલ ચાલુ થયો, જેને વધારીને ૨૭ ઑગસ્ટથી ૫૦ ટકા કરી દેવાયો છે. ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને ભારતને ટેરિફ કિંગ ગણાવવાના આતંકીનિવેદનો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૫-૨૬ના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ભારતે ૭.૮ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયમાં ૬.૫ ટકા હતો.
નાણાકીય વર્ષ ૨૪-૨૫ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર ૭.૪ ટકા હતો. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી અંદાજે રૂ.૪૭.૯૮ લાખ કરોડ હતો, જ્યારે ૨૦૨૪-૨૫ના સમાન સમયમાં રૂ.૪૪.૪૨ લાખ કરોડ હતો, જે ૭.૮ ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે. સરકારી આંકડા મુજબ આ પહેલાં સૌથી ઝડપી વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ ૨૦૨૪માં ૮.૪ ટકા રહ્યો હતો. એપ્રિલ-જૂન ૨૦૨૫ના સમયમાં ચીનનો જીડીપી દર ૫.૨ ટકા રહ્યો હતો જ્યારે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાંનું એક હતું.
વર્તમાન રિપોર્ટ મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆતમાં સારી ગતિથી આગળ વધી રહ્યું છે. વિશેષરૂપે સેવા ક્ષેત્રમાં તેજી, સતત રોકાણ અને સરકારી ખર્ચમાં ઉછાળો સકારાત્મક સંકેત આપે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પહેલા ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપીમાં ૭.૮ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એ જ રીતે સેવા ક્ષેત્રમાં શાનદાર વૃદ્ધિના કારણે ભારતીય અર્થતંત્રે સમાન સમયમાં ૭.૬ ટકાનો વાસ્તવિક જીવીએ ગ્રોથ પણ નોંધાવ્યો છે.

Most Popular