March 19, 2026

+91 99390 80808

March 19, 2026

 | +91 99390 80808

Homeમાર્કેટ ટ્રેન્ડએચડીબી ફાઇનાન્શિયલ સહિત અંદાજીત ૬ મેઈનબોર્ડ આઈપીઓની થશે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી...!!

એચડીબી ફાઇનાન્શિયલ સહિત અંદાજીત ૬ મેઈનબોર્ડ આઈપીઓની થશે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી…!!

ચાલું સપ્તાહ આઈપીઓ રોકાણકારો માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. ૨૪ જૂનના રોજ અંદાજીત ૬ મેઈનબોર્ડ આઈપીઓ અને અંદાજીત ૧૫ એસએમઈ આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યા છે. હાલના સમયમાં લિસ્ટેડ આઈપીઓના પ્રદર્શનથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે. બજારમાં લિક્વિટિડી વધી રહી છે, રિટેલ અને ઈન્સ્ટીટ્યુશનલ રોકાણકારો ભાગીદારી વધારી રહ્યા છે. આ કારણે, ફાઇનાન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીયલ, ફૂડ, ટેક અને જેમ્સ-જ્વેલરી જેવા વિવિધ સેક્ટરની ઘણી કંપનીઓ બજારમાં આઈપીઓ લાવી રહી છે.

મેઈનબોર્ડ સેગમેન્ટમાં એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસનો અંદાજીત રૂ.૧૨૫૦૦ કરોડનો આઈપીઓ લોન્ચ થશે, જે વર્ષ ૨૦૨૫નો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે. આ ઉપરાંત, ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ, એલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ, કલ્પતરુ લિમિટેડ, ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સિસ અને સંભવ સ્ટીલ ટ્યુબ્સના આઈપીઓનો પણ સમાવેશ થઇ છે.

1.   એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસનો આઈપીઓ ૨૫ જૂને ખુલશે અને ૨૭ જૂન, ૨૦૨૫ના રોજ બંધ થશે. કંપની અંદાજીત રૂ.૧૨૫૦૦ કરોડ એકત્ર કરવા જઈ રહી છે. આ આઈપીઓ હેઠળ, રૂ.૨૫૦૦ કરોડના ૩.૩૭ કરોડ નવા શેર જારી કરવામાં આવશે. આ ઉપરાંત, ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ.૧૦૦૦૦ કરોડના ૧૩.૫૧ કરોડ શેર વેચવામાં આવશે. કંપનીના શેરની લિસ્ટિંગ માટેની સંભવિત તારીખ ૨ જુલાઈ છે. 

·        આઈપીઓ ઓપન: ૨૫ જૂન ૨૦૨૫

·        આઈપીઓ ક્લોઝ: ૨૭ જૂન, ૨૦૨૫

·        મિનિમમ લોટ સાઈઝ: ૨૦ શેર

·        પ્રાઈસ બેન્ડ: રૂ.૭૦૦ – રૂ.૭૪૦ પ્રતિ શેર

·        મિનિમમ રોકાણ: રૂ.૧૪,૮૦૦

 

2.   ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સનો આઈપીઓ ૨૪ જૂને ખુલશે અને ૨૬ જૂન, ૨૦૨૫ના રોજ બંધ થશે. તેનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ.૬૭ થી રૂ.૭૧ નક્કી કરવામાં આવ્યો છે. કંપની રૂ.૧૧૯ કરોડ એકત્ર કરવા માંગે છે. આ અંતર્ગત, ૧.૬૭ કરોડ નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે તેમાં કોઈ ઓફર ફોર સેલ (OFS) નથી. કંપનીના શેરની લિસ્ટિંગ માટેની સંભવિત તારીખ ૧ જુલાઈ છે.

 

·        આઈપીઓ ઓપન: ૨૪ જૂન, ૨૦૨૫

·        આઈપીઓ ક્લોઝ: ૨૬ જૂન, ૨૦૨૫

·        મિનિમમ લોટ સાઈઝ : ૨૧૧ શેર

·        પ્રાઇસ બેન્ડ: રૂ.૬૭ થી રૂ.૭૧ પ્રતિ શેર

·        મિનિમમ રોકાણ: રૂ. ૧૪,૯૮૧

 

3.   એલનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસનો આઈપીઓ ૨૪ જૂને ખુલશે અને ૨૬ જૂન, ૨૦૨૫ના રોજ બંધ થશે. કંપની અંદાજીત રૂ.૮૫૨.૫૨ કરોડ એકત્ર કરવા માંગે છે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ.૩૮૦ થી રૂ.૪૦૦ નક્કી કરવામાં આવ્યો છે. આઈપીઓ હેઠળ રૂ.૪૦૦ કરોડના નવા શેર જારી કરવામાં આવશે. આમાં રૂ.૪૫૨ કરોડના ઓફર ફોર સેલ (OFS) પણ શામેલ છે. કંપનીના શેરની લિસ્ટિંગ માટેની સંભવિત તારીખ ૧ જુલાઈ છે.

 

·        આઈપીઓ ઓપન: ૨૪ જૂન, ૨૦૨૫

·        આઈપીઓ ક્લોઝ: ૨૬ જૂન, ૨૦૨૫

·        મિનિમમ લોટ સાઈઝ : ૩૭ શેર

·        પ્રાઇસ બેન્ડ: રૂ.૩૮૦ થી રૂ. ૪૦૦ પ્રતિ શેર

·        મિનિમમ રોકાણ: રૂ.૧૪૮૦૦

 

4.   કલ્પતરુ લિમિટેડનો આઈપીઓ ૨૪ જૂને ખુલશે અને ૨૬ જૂન, ૨૦૨૫ના રોજ બંધ થશે. કંપનીનો ઇશ્યૂ કદ રૂ.૧૫૯૦ કરોડ છે. આ હેઠળ, ૩૮૪ કરોડ નવા શેર જાહેરવામાં આવશે, જ્યારે કોઈ ઓફર ફોર સેલ (OFS) નથી. આ માટે ઓફર કિંમત રૂ.૩૮૭ થી રૂ.૪૧૪ પ્રતિ શેર છે. કંપનીના કર્મચારીઓને રૂ.૩૮નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. કંપનીના શેરની લિસ્ટિંગ માટેની સંભવિત તારીખ ૧ જુલાઈ છે.

 

·        આઈપીઓ ઓપન: ૨૪ જૂન, ૨૦૨૫

·        આઈપીઓ ક્લોઝ: ૨૬ જૂન, ૨૦૨૫

·        મિનિમમ લોટ સાઈઝ: ૩૬ શેર

·        પ્રાઇસ બેન્ડ: રૂ ૩૮૭ થી રૂ.૪૧૪ પ્રતિ શેર

·        મિનિમમ રોકાણ: રૂ. ૧૪,૯૦૪

 

5.   સંભવ સ્ટીલ ટ્યુબ્સનો આઈપીઓ ૨૫ જૂને ખુલશે અને ૨૭ જૂન સુધી રોકાણ કરવાની તક રહેશે. કુલ ઇશ્યૂ કદ રૂ.૫૪૦ કરોડ છે, જેમાં રૂ.૪૪૦ કરોડના નવા શેર જારી કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.૧૦૦ કરોડના ઓફર ફોર સેલ (OFS)નો પણ સમાવેશ થાય છે. પ્રાઇસ બેન્ડ રૂ.૭૭ થી રૂ.૮૨ પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. કંપનીના શેરની લિસ્ટિંગ માટેની સંભવિત તારીખ ૨ જુલાઈ છે.

 

·        આઈપીઓ ઓપન: ૨૫ જૂન, ૨૦૨૫

·        આઈપીઓ  ક્લોઝ: ૨૭ જૂન, ૨૦૨૫

·        મિનિમમ લોટ સાઈઝ: ૧૮૨ શેર

·        પ્રાઇસ બેન્ડ: રૂ.૭૭ થી રૂ.૮૨ પ્રતિ શેર

·        મિનિમમ રોકાણ: રૂ.૧૪,૩૨૪

 

6.   ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સિસનો આઈપીઓ ૨૬ જૂને ખુલશે અને ૩૦ જૂન સુધી રોકાણ કરવાની તક રહેશે. કુલ ઇશ્યૂ કદ રૂ.૨૦૦ કરોડ છે, જેમાં રૂ.૧૬૦ કરોડના નવા શેર જારી કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.૩૬ લાખના ઓફર ફોર સેલ (OFS)નો પણ સમાવેશ થાય છે. પ્રાઇસ બેન્ડ રૂ.૧૦૫ થી રૂ.૧૧૧ પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. કંપનીના શેરની લિસ્ટિંગ માટેની સંભવિત તારીખ ૩ જુલાઈ છે.

 

·        આઈપીઓ ઓપન: ૨૬ જૂન, ૨૦૨૫

·        આઈપીઓ  ક્લોઝ: ૩૦ જૂન, ૨૦૨૫

·        મિનિમમ લોટ સાઈઝ: ૧૩૫ શેર

·        પ્રાઇસ બેન્ડ: રૂ.૧૦૫ થી રૂ.૧૧૧ પ્રતિ શેર

·        મિનિમમ રોકાણ: રૂ.૧૪,૮૯૫

 

મેઈનબોર્ડ આઈપીઓની સાથે સાથે એસએમઈ પ્લેટફોર્મ પણ વ્યસ્ત રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન અંદાજીત ૧૫ નવા એસએમઈ આઈપીઓ ખુલશે, જેમાં માયાશીલ વેન્ચર્સ, સેફ એન્ટરપ્રાઇઝ રિટેલ, આકાર મેડિકલ ટેક્નોલોજીસ, એજેસી જ્વેલ, આઇકોન ફેસિલિટેટર્સ, શ્રી હરે-કૃષ્ણ સ્પોન્જ આયર્ન, અબ્રમ ફૂડ, સુપરટેક ઇવી, સનટેક ઇન્ફ્રા સોલ્યુશન્સ, રામા ટેલિકોમ, પીઆરઓ એફએક્સ ટેક, Ace આલ્ફા ટેક, વેલેન્સિયા ઇન્ડિયા, મુવિંગ મીડિયા એન્ટરટેઇનમેન્ટ અને નીતુ યોશીનો સમાવેશ થાય છે.

– નિખિલ ભટ્ટ

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

મો. :- ૯૯૭૯૩ ૮૦૮૦૮

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Most Popular